News of Wednesday, 28th October 2020
વડોદરા : રેલવે સફાઈકર્મી પર દુષ્કર્મ ગુજારનાર સ્ટેશન માસ્તરની ધરપકડ
ચાકુની અણી પર સ્ટોર રૂમમાં લઈ જઈને બળાત્કાર કર્યો
વડોદરા: સંસ્કારી નગરીમાં શર્મશાર ઘટના બની છે. 8 મહિના પહેલા સફાઈ કામ કરતી યુવતીને ચાકુ બતાડીને તેની ઉપર દુષ્ક્રમ કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર ઘટના પેરોલ રેલ્વે સ્ટેશનની છે કે જ્યા આઠ મહિના પહેલા યુવાન પરણીતા પર ચાકુની અણી પર સ્ટોર રૂમમાં લઈ જઈને સ્ટેશન માસ્ટરે આ યુવતી પર બળજબરી પૂર્વક બળાત્કાર કરવામા આવ્યો હતો. ત્યારે હવે જઈને આ સ્ટેશન માસ્ટર રાજેન્દ્ર વર્માની ધરપકડ કરવામાં આવી.
(11:28 am IST)