ગુજરાત
News of Wednesday, 28th October 2020

પેટાચૂંટણીમાં સૌથી વધુ ગાજતા બે મુદ્: વિકાસ અને પક્ષપલટો

બેય પક્ષોએ પ્રચારના લાંબી-ટૂંકી વાટવાળા 'ફટાકડા' ગોઠવ્યાઃ ધડાકા અને સૂરસૂરિયાની ખબર ૧૦ નવેમ્બરે પડશેઃ ભાજપે વિકાસનો મુદ્ે ગજાવ્યોઃ કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાને પ્રજાદ્રોહ ગણાવી તૂટી પડીઃ રવિવારે જાહેર પ્રચારનો છેલ્લો દિવસ

રાજકોટ તા. ર૮ :.. રાજયની વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી તા. ૩ નવેમ્બરે યોજાનાર છે. જાહેર પ્રચાર આડે હવે પ દિવસ બાકી રહ્યા છે. લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, કપરાડા, અબડાસા અને ડાંગ બેઠકમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. દરેક મતક્ષેત્રમાં પ્રચારમાં સ્થાનિક મુદ્ ઉમેરાયા છે. તમામ મુદ્ઓની સરખામણીએ મુખ્ય મુદ્ વિકાસ અને પક્ષ પલ્ટાંના રહ્યા છે. ભાજપે વિકાસના મુદ્ને મહત્વ આપ્યું છે, કોંગ્રેસ ધારાસભ્યોના પક્ષ પલ્ટાને પ્રજાદ્રોહ અને પક્ષદ્રોહ ગણાવી ભાજપ સામે જંગ માંડયો છે. પક્ષ પલ્ટા સંદર્ભે આ પરિણામો મહત્વના બનશે.

જયાં પેટાચૂંટણી છે તે આઠેય બેઠકો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડી છે. તે ૮ પૈકી પ સભ્યો ભાજપમાં જોડાઇને કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે બેરોજગારી, મોંઘવારી કાયદો વ્યવસ્થા, મહામારીમાં સરકારની ભૂમિકા વગેરે મુદ્ ઉછાળ્યા છ. આ બધા મુદ્માં સૌથી વધુ ભાર ખેડૂતોના મુદ્ અને પક્ષ પલ્ટા, પર મૂકયો છે. 'ગાંડો ચાલે પણ ગદાર નહિ' જેવા વાકયો લોકજીભે ચડાવવા પ્રયાસ કર્યો છે. બીજી તરફ ભાજપે વિકાસની જ વાત પકડી કોંગી ધારાસભ્યોના રાજીનામા માટે કોંગી નેતૃત્વની નિષ્ળતાને જવાબદાર ગણાવી છે.

કુલ ૮ પૈકી કોને કેટલી બેઠકો મળશે તે અત્યારે કળવુ મુશ્કેલ છે. પરિણામ સંપૂર્ણ અથવા મહદઅંશે એક તરફી નીકળે તો રાજયના રાજકારણમાં સબંધિત પક્ષને સ્પર્શતા મોટા બદલાવના દ્વાર ખૂલશે. કોંગ્રેસને જુથવાદ નડે છે. તે જ રીતે ભાજપ માટે પક્ષ પલ્ટુઓને આવકારીને ટીકિટ આપવાના મુદ્ે કાર્યકરોનો કચવાટ, પડકારરૂપ છે, 'બધા કામે લાગી ગયા છે' તેવા દાવામાં દમ કેટલો? તે તો તા. ૧૦ મીએ પરિણામ વખતે જ ખબર પડશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી, પ્રમુખ, વિધાનસભાના વિપક્ષી નેતા વગેરે જોશથી પ્રચારમાં ઉતર્યા હોવાથી રોમાંચ વધ્યો છે. વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામની સીધી અસર તાલુકા-જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણી પર પડવાની પ્રબળ સંભાવના છે. દિવાળીના ૩ દિવસ પૂર્વે જ મત ગણતરી છે તે વખતે કોના ફટાકડા ફુટે છે અને કોના સૂરસૂરિયા થાય છે તે સ્પષ્ટ થઇ જશે.

(10:57 am IST)