ગુજરાત
News of Wednesday, 28th October 2020

નર્મદા જિલ્લામાં મંગળવારે નવા ૧૧ કોરોના કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક ૧૨૩૭ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો વધુ જોવા મળી રહ્યા છે.જેમાં મંગળવારે નવા ૧૧ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. 

 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળાના રજપૂત ફળીયા- ૧, આયુર્વેદિક હોસ્પિટલ- ૧,વડીયા પેલેસ- ૧,નાંદોદ જીતનગર NCC- ૧, રામપુરા -૧, રાજુવાડિયા-૧,માંગરોલ-૧,ગુવાર-૧,વડીયા-૧,ગરુડેશ્વર કેવડિયા BSF સ્ટાફ-૧,અને તિલકવાડામાં-૧ મળી નર્મદા જિલ્લામાં કુલ-૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. 

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દીની કુલ સંખ્યા-૩ છે,જ્યારે ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૪૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૪૩ દર્દી દાખલ છે.આજરોજ ૧૧ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૧૩૫ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૨૧૮એ પહોચ્યો છે.આજે વધુ ૬૮૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:21 pm IST)