ગુજરાત
News of Tuesday, 28th September 2021

કેરેક્‍ટર ઢીલા હૈ... ગુજરાતમાં દર 4 હત્‍યાના બનાવમાં એક હત્‍યાનું કારણ લવ અફેર અને આડા સંબંધ હોવાનું નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્‍યુરોના આંકડામાં જાહેર

નાના ઝઘડાઓમાં 25 ટકા હત્‍યા થઇઃ 2020માં લવ અફેરમાં 170 હત્‍યા

અમદાવાદઃ ગુનાની દુનિયામાં સૌથી મોટો ગુનો શું હોય છે? પહેલો જવાબ તમામનો હત્યા જ હશે. કોઈની હંસતી-રમતી દુનિયા ક્ષણભરમાં ઉજડી જાય છે. કેમ કે બીજા બધ ગુનામાં તો બીજો મોકો પણ મળે છે. પણ જુર્મની દુનિયામાં મર્ડર એવી ઘટના છે, જેમાં કોઈ બીજી લાઈફલાઈન નથી હોતી. મળે છે તો માત્ર મોત. ત્યારે, સાવલ એ ઉભો થાય કે હત્યા પાછળ કયા કારણો છે. NRCB એટલે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની 2021માં આવેલા રિપોર્ટમાં સામે આવ્યું છે. ગુજરાતમાં હત્યાની પાછળ સૌથી મોટું કારણ લવ અફેર અને આડા સંબંધ છે.

ત્યારબાદ, ગુજરાતમાં નાના-નાન ઝઘડાઓ પણ વિરાટ સ્પરૂપ લઈ લે છે. અને આખરે તે હત્યામાં પરિણામે છે. આ જાણીને તમને થોડી નવાઈ લાગશે પણ આ હકિકત છે. NRCBના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં ગુજરાતમાં લવ અફેર અને આડા સંબંધોમાં 25 ટકા જેટલી હત્યાઓ થઈ છે. ત્યાર બાદ, ગુજરાતમાં નાના-નાના ઝઘડાઓમાં પણ 25 ટકા જેટલી હત્યાઓ થાય છે.

ગુજરાતમાં રોજની સરેરાશ 3 જેટલી હત્યા:

NCRBની રિપોર્ટમાં વર્ષ 2020નો ડેટા જાહેર કરાયો છે. જેમાં, 2020 ગુજરાતમાં કુલ 982 હત્યાઓ થઈ છે. એટલે સરેરાશ રોજ 3 હત્યાઓ રાજ્યમાં રોજ થાય છે. જેમાં, દર 4 હત્યા પાછળ 1 હત્યાનું કારણ પ્રેમ સંબંધ અને આડા સંબંધમાંથી હોય છે. જ્યારે, ગુજરાતમાં નાના ઝઘડાઓ પણ મોટું સ્વરૂપ લઈ લે છે અને જેના કારણે હત્યાઓના ગુના પણ વધ્યા છે.

ગુજરાતમાં 2020માં લવ અફેરમાં 170 હત્યાઓ થઈ છે. ત્યારે, આડા સંબંધમાં ગુજરાતમાં 61 હત્યાઓ થઈ છે. એટલે 18 ટકા હત્યાઓ લવ અફેરમાં થાય છે અને 7 ટકા જેટલી હત્યાઓ આડા સંબંધોના કારણે થાય છે. ત્યારે, 100 ટકામાંથી 25 ટકા હત્યાઓ પાછળનું મુળ કરાણ આ પ્રેમ છે તેવું પ્રતિત થાય છે.     

નાના-ઝઘડાઓમાં 24 ટકા હત્યા:

જ્યારે, નાની બાબતોમાં રાજ્યમાં 226 હત્યાઓ થઈ છે. જે 24 ટકા જેટલું કહી શકાઈ. ત્યારે, અંગત અદાવતોમાં પણ ગુજરાતમાં હત્યાનો આંકડો ખુબ જ મોટો છે. અંગત અદાવતમાં 2020માં 167 હત્યાઓ થઈ છે.

(4:31 pm IST)