ગુજરાત
News of Tuesday, 28th September 2021

બલ્ક કન્ઝયુમર્સ માટે મીનીમમ ૧૦% ડોમેસ્ટિક ખાદ્યતેલ વાપરવાનું ફરજીયાત બનાવો

દેશના ખેડૂતો-ઉદ્યોગોનો ઉધ્ધાર કરવા : ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠને વડાપ્રધાનને પત્ર લખી કરી માગણી

રાજકોટ તા. ર૮ :.. ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે વડાપ્રધાન મોદીને એક પત્ર લખી બલ્ક કન્ઝયુમર્સ જેમ કે નમકીન મેકર્સ, વનસ્પતી ઘી ઉત્પાદક વગેરે હાલ ૧૦૦ ટકા આયાતી પામોલીન તેલ વાપરે છે આ બધા માટે મીનીમમ ૧૦ ટકા જેટલુ ઘરઆંગણાનું એટલે કે ડોમેસ્ટિક ખાદ્યતેલ વાપરવાનું ફરજીયાત કરવું જોઇએ એવી માંગણી કરી છે.તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું કે જો આ નિર્ણય લેવાય તો આયાતમાં મોટો કાપ આવે અને દેશના ખેડૂતોને અને ઉદ્યોગોને લાભ થાય.તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે હાલ ખાદ્યતેલની કુલ જરૂરીયાતના ૬ર થી ૬પ ટકા આપણે આયાત કરવુ પડે છે. આપણે ઘરેલુ વપરાશમાં મહદઅંશે સ્વદેશી તેલ વપરાય છે પણ મોટાભાગના બલ્ક વપરાશકારો સસ્તા આયાતી તેલ જેમ કે પામોલીનનો ઉપયોગ કરે છે જે હાર્ટ માટે નુકસાનકારક છે તેથી લોકોનું આરોગ્ય સાચવવા તથા આયાતી ખાદ્યતેલ ઉપર નિર્ભરતા ઘટાડવા બલ્ક કન્ઝયુમર્સ માટે ૧૦ ટકા ઘર આંગણાના ખાદ્યતેલનો વપરાશ ફરજીયાત બનાવવો જોઇએ.

(3:55 pm IST)