ગુજરાત
News of Tuesday, 28th September 2021

ટ્રાવેલ ટ્રેડ ફેરની મુલાકાત

રાજકોટઃ સૌરાષ્ટ્ર-રાજકોટના ૪૫થી ૫૦ ટ્રાવેલ એજન્ટ મિત્રોને અમદાવાદ ખાતે ટ્રાવેલ ટ્રેડ ફેરની મુલાકાત યોજાયેલ. બિઝનેસમાં વધારો થાય તે માટે જે તે રાજયના હોટેલ્સ અને ટ્રાન્સપોર્ટર સાથે મુલાકાત થઇ હતી. એસોસીએશન દ્વારા ટ્રાવેલ એજેન્ટ મિત્રોને કોરોના મહામારીના લીધે થયેલ આર્થીક નુકશાનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવશે. અમદાવાદ ટ્રાવેલ ટ્રેડ ફેરના આયોજકને રાગ એસોસીએશનના પ્રમુખ મયંકભાઇ પોઉ ઉપપ્રમુખ, રજનીકાંતભાઇ સેક્રેટરી, દિપકભાઇ ઢોલરીયા જોઇન્ટ સેક્રેટરી, પરાગભાઇ સીંગાળા પ્રોજેકટ ઇન્ચાર્જ, વિશાલભાઇ લાઠીયા અને બધા કમિટી મેમ્બર રૂસભભાઇ, અમિતભાઇ, રોહીણીબેન, હેતાળબેન દ્વારા સન્માન કરવામાં આવેલ.

(3:36 pm IST)