ગુજરાત
News of Tuesday, 28th September 2021

જેલ વડા ડો. કે. એલ.એન. રાવની રાજ્યની જેલોના અધિક્ષક સાથે યોજાઇ ૧૦૦મી વિડીયો કોન્ફરન્સ

કોરોનાકાળમાં તમામ જેલ અધિક્ષકોએ ખુબ જ પ્રસંશનીય કામગીરી કર્યાનું કહ્યું: રાજકોટ જેલના અધિકારીઓ-કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા

રાજકોટઃ જેલોના વડાશ્રી ડો. કે. એલ. એન. રાવ  દ્વારા આજે ગુજરાત રાજ્યની તમામ જેલોના અધિક્ષકશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી. શ્રી રાવએ જેલોના વડા તરીકેનો ચાર્જ સંભાળ્યાથી આજદિન સુધી રાજ્યની જેલોની શિસ્ત અને સલામતી માટે તેઓ સતત પ્રત્યત્નશિલ રહ્યા છે. આ ઉપરાંત જેલોમાં સુધારાત્મક વહિવટ સુચારૂ રૂપે ચાલે તે માટેના તમામ સઘળા પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. કોરોના કાળ દરમ્યાન પણ જેલમાં કેદીઓ તેમજ જેલ સ્ટાફ કર્મચારીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે સમયાંતરે વિડીયો કોન્ફરન્સ યોજી જેલના અધિકારીઓ તેમજ મેડીકલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન તેમજ સુચનાઓ આપવામાં આવેલ. આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એસ.ઓ.પી.નુ રાજયની જેલોમાં ચુસ્તપણે પાલન થાય તે અંગેના જરૂરી સુચનો કરવામાં આવેલ હતા, જેના ફળ સ્વરૂપ રાજ્યની જેલોમાં રહેલ બંદીવાનોમાં કોરોના સંક્રમણની વ્યાપક અસર જોવા મળેલ ન હતી. આ ઉપરાંત સમયાંતરે વિડીયો કોન્ફરન્સ મારફતે રાજ્યની તમામ જેલોના અધિક્ષકશ્રીઓને જરૂરી માર્ગદર્શન તેમજ સુચનો પુરા પાડવામાં આવ્યા હતાં. શ્રી રાવ દ્વારા ૧૦૦મી વખત વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલ હતી. જે બદલ રાજકોટ મધ્યસ્થ જેલ અધિકારી/કર્મચારીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

(2:46 pm IST)