ગુજરાત
News of Monday, 28th September 2020

અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ કેસમાં વધારો : માઈક્રો કંટેઇન્મેન્ટ વિસ્તાર ઘટ્યા

ગઈકાલે 160 કેસ સામે આજે 176 કેસ નોંધાયા : 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર : 9 ઉમેરાયા

 

અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો ગઇકાલ 1411 હતો. તેની સામે આજે સોમવારે 1404 કેસો નોંધાયા છે. આમ ગઇકાલ કરતાં આજે કેસોની સંખ્યા ઘટી છે. જો કે અમદાવાદમાં 160ની સામે આજે 176 કોરોનાના કેસો નોંધાયા છે. ગુજરાતમાં કેસો ઘટયા છે પરંતુ અમદાવાદમાં કેસોનો વધારો નોંધાયો છે. જો કે અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં દૂર કરાતાં વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાતાં વિસ્તારોમાં ઘટાડો થતો જાય છે.

આજે સોમવારે માત્ર 9 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા. અમદાવાદમાં ખાસ કરીને સરદાર પટેલ સ્ટેડિયમ, સરખેજ, વેજલપુર, જોધપુર, ચાંદલોડિયા ગોતા વિસ્તારોનો નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ થાય છે. આજે શહેરના બે ઝોન ઉત્તર તથા દક્ષિણ પશ્ચિમ ઝોન ચાર ચાર વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં અમદાવાદ શહેરમાં 208 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં છે. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 18 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 9 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

(11:44 pm IST)