ગુજરાત
News of Monday, 28th September 2020

સુરતના સરથાણા વિસ્તારમાં બાઈક પર આવેલ બે ગઠિયા કારને આંતરી 5.84 લાખ ભરેલ બેગ તફડાવી છૂમંતર....

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા અને સચીન જીઆઈડીસીમાં ઓફિસ ધરાવતા ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદક ગત શનિવારે સવારે પેમેન્ટ કલેક્ટ કરી પોતાની કારમાં ઓફિસે જતા હતા ત્યારે ભેસ્તાન નજીક બાઈક ઉપર આવેલા બે અજાણ્યા તેમની કારને ઈશારો કરી અટકાવી બાદમાં નજર ચૂકવી આગળની સીટ ઉપર મુકેલી રોકડા રૂ.5.84 લાખ અને દસ્તાવેજો સાથેની બેગ ઊંચકી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની બાજુમાં સમ્રાટ રો હાઉસ પ્લોટ નં.66 માં રહેતા 45 વર્ષીય શૈલેષભાઇ પોપટભાઇ રાદડીયા લુમ્સ અને રેપીયર જેકાર્ડ મશીન બનાવે છે. તેમની ઓફિસ સચીન જીઆઇડીસી પ્રસાદ સિનેમા ચોકડી પાસે આવેલી છે. ગત શનિવારે સવારે 9 વાગ્યે તે ઘરેથી રોકડા રૂ.2.50 લાખ અને મહત્વના દસ્તાવેજો સાથેની બેગ લઈ નીકળ્યા હતા. આથી તેમણે નીચે ઉતરી આગળ પાછળ જોયું તો તેમને ઈશારો કરી અટકાવનાર બાઈક સવાર બે અજાણ્યા તેમની બેગ લઈ પાછળ રોંગસાઇડ જતા હતા. બનાવ અંગે શૈલેષભાઈએ ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વધુ તપાસ હાથ ધરી છે. 

(5:36 pm IST)