ગુજરાત
News of Monday, 28th September 2020

વડોદરાના એસ.ઓ.જી રોડ નજીક પોલીસે દરોડા પાડી ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો

વડોદરા: શહેરની એસ.ઓ.જી પોલીસે સંગમ ચાર રસ્તા પાસે દરોડો પાડી આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડી રહેલા બે શખ્સોને ઝડપી પાડી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વડોદરા શહેરની પીસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, સંગમ ચાર રસ્તા પાસે આવેલ ગુંજન એપાર્ટમેન્ટ નીચે જાફર રંગવાલા નામનો વ્યક્તિ તાજેતરમાં રમાઈ રહેલી રાજસ્થાન રોયલ તેમજ કિંગ્સ ઇલેવન પંજાબની ક્રિકેટ મેચ પર ગ્રાહકો પાસેથી ઓનલાઇન સેશનનો જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પીસીબી પોલીસની ટીમે દરોડો પાડી જાફર અબ્દુલ હુસેન રંગવાલા (રહેવાસી- અમીન ચેમ્બર, મદાર માર્કેટ, પાણીગેટ, વડોદરા) અને અલીઅબ્બાસ યાહિયા ભાઈ ટેલર ( રહેવાસી - સૈફી મહોલ્લો, બુરાની મંજિલ બીજોમાળ, ગેંડીગેટ રોડ, વડોદરા) ને ઝડપી પાડયો હતો તેની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનમાં ચેક કરતા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમવાની આઇડી મળી આવી હતી. અંગ જડતી દરમિયાન રોકડા રૂ. 11,330, 2 મોબાઇલ ફોન તથા 1 ટુ વ્હીલર વાહન સહિત 1,18,330 રૂપિયાની કારેલીબાગ પોલીસે મત્તા કબજે કરી હતી અને બંને શખ્સોની જુગારધારા હેઠળ ધરપકડ કરી હતી. 

(5:32 pm IST)