ગુજરાત
News of Monday, 28th September 2020

દક્ષિણ આફ્રિકાના હેરી સ્‍મિથ ટાઉન પાસે કારને અકસ્‍માતઃ સુરત જિલ્લાના 2 યુવકોના મોતઃ 2 યુવકો ગંભીર

સુરત: દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવાનોને અકસ્માત નડ્યો છે. રોટ્સનથી ડરબન જતા સમયે આ યુવાનોની કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આ કારમાં કુલ 5 યુવાનો હોવાનું સામે આવ્યું છે. આ તમામ યુવાનો સુરત જિલ્લાના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ આફ્રિકામાં રહેતા સુરત જિલ્લાના પાંચ યુવાનોની ગઇકાલે રવિવારની રજા માણવા કાર લઇને રોટ્સની બીચ પર ગયા હતા. ત્યારે આ પાંચેય યુવાનો રોટ્સનીથી ડરબન જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. દક્ષિણ આફ્રિકાના હેરી સ્મિથ નામના ટાઉન પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો.

આ કાર અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં મૃતક બંને યુવાનો સુરતના તડકેશ્વર ગામના હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનો માંગરોળના નાની નારોલી ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે.

(4:30 pm IST)