ગુજરાત
News of Monday, 28th September 2020

બાયો ડિઝલ વેચવા પેટ્રોલ પંપો ચલાવવાની મંજુરી કેન્દ્ર સરકારે આપી છેઃ અન્ય કેમીકલ ન વેચાય તે જોવાની જવાબદારી સરકારના પુરવઠા વિભાગની છે

બાયોડિઝલ વેચવા માટે પેટ્રોલ પંપો ચલાવવાની મંજુરી કેન્દ્ર સરકારે આપી છે ત્યાં બાયોડીઝલ સિવાય અન્ય કેમીકલ ન વેચાય તે ચેક કરવાની જવાબદારી ગુજરાત સરકારના પુરવઠા ખાતાની છે. જો ઇમાનદારીથી બાયોડીઝલના પંપો ચેક થાય તો ઝેરી કેમીકલ ન વેચી શકાય. પણ બાયોડીઝલનો ભાવ ઓછો હોવાથી ઓરીજીનલ ડીઝલ ઓછુ વેચાય છે. એટલે ઓરીજીનીલ ડીઝલ વેચનારા પેટ્રોલપંપોના માલીકોના પેટમાં તેલ રેડાયુ છે અને ખોટી ફરીયાદો સરકારને કરે છે તેમ ધ્રોલ તાલુકા ગ્રાહક સુરક્ષા કલબના પ્રમુખ એમ.બી. મેસવાણીયાએ જણાવ્યુ છે.

(11:45 am IST)