News of Saturday, 28th September 2019
વડોદરાના હરણી એરપોર્ટ પર વિદેશી નાગરિકના કોટમાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા સુરક્ષા કર્મચારીઓએ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી
વડોદરા: હરણી એરપોર્ટ પર સ્ક્રિનિંગ દરમિયાન વિદેશી નાગરિકના કોટમાં શંકાસ્પદ ચીજ દેખાતાં સુરક્ષા કર્મચારીઓએ તેમને ઘેરી લીધા હતા.તપાસ દરમિયાન જીવતો કારતૂસ મળતાં વિદેશી નાગરિકને હરણી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
હરણી એરપોર્ટ પર આજે સવારે ૮.૦૫ વાગે મુંબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટના પેસેન્જરોનું ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્ક્રિનિંગ મશીનમાં વિદેશી નાગરિકના કોટના ખિસ્સામાં શંકાસ્પદ ચીજ દેખાતાં સીઆઇએસએફની મહિલા પીએસઆઇ મમતાકુમારીએ ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.
(5:31 pm IST)