ગુજરાત
News of Friday, 28th September 2018

જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિત US વિઝા રિજેક્ટ વિવાદ વકરતા વિડીઓથી આપ્યો જવાબ

મને વિઝા ન મળ્યા,કેમ ન મળ્યા તે અમેરિકન એમ્બેસીએ જણાવ્યું નથી પરંતુ મારા મિત્રોને ખબર પડી ગઈ

અમદાવાદ :જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિતના અમેરિકાના વિઝા રેજેક્ટ થયાનો વિવાદ  વકરતો રહયો છે ત્યારે ગાયક અતુલ પુરોહિતે વીડિયો દ્વારા જવાબ આપ્યો છે એવું કહેવાય છે કે જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિતે અમેરિકામાં કોઈ પ્રોગ્રામ આપવા માટે વિઝા માટે એપ્લાય કર્યું હતું, જેને પગલે કોઈ કારણોસર તેમના વિઝા રિજેક્ટ થયા.એટલે વિવાદ શરૂ થયો હતો લોકોએ તેમના વિઝા કેમ રિજેક્ટ થયા તે મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચાનો દોર શરૂ કરી દીધો. અને મનફાવે તેમ તેમના વિશે અલગ-અલગ કોમેન્ટો શરૂ કરી દીધી.

   આખરે અતુલ પુરોહિતે વિવાદનો જવાબ આપવા સોશિયલ મીડિયોનો સહારો લેવો પડ્યો અને એક વીડિયો દ્વારા લોકોને જવાબ આપવાની કોશિસ કરી. વીડિયોમાં અતુલ પુરોહિતે વીઝા રિજેક્ટ મામલે જાતભાતની કોમેન્ટ અને ચર્ચા કરનારા લોકો પર તીખા આક્ષેપ પણ કર્યા છે. તેમણે કહ્યું છે કે, નવરાત્રી આવે એટલે મારા મિત્રોને અતુલ પુરોહિત યાદ આવે છે. અને મને વિવાદમાં લેવાની કોશિસ કરે છે.

   અતુલ પુરોહિતે વીડિયોમાં કહ્યું છે કે, આજે પહેલીવાર હું તમને મારી એક વાત કહેવા માંગુ છું, ઊંટનું ડેટુ પાકે એટલે કાગડાઓનું શ્રાદ્ધ જાગે, નવરાત્રી આવે એટલે એક વ્યક્તિ સામે બધી શક્તિઓ સામે આવી જાય છે. લોકો જાતભાતની વાતો કરવા લાગે છે અતુલ પુરોહિતને કેન્સર થયું છે, અતુલભાઈ બિમાર છે, તેમનું છેલ્લુ વર્ષ છે વગેરે વગેરે

  ... નવરાત્રી બાદ અતુલ પુરોહિત વિશે કોઈ પુછતું નથી. મને વિઝા ન મળ્યા એ કેમ ન મળ્યા તે અમેરિકન એમ્બેસીએ મને નથી જણાવ્યું, પરંતુ મારા મિત્રોને ખબર પડી ગઈ કે, મને વિઝા કેમ નથી મળ્યા. મને વિઝા નથી મળ્યા એ મારી કમનસીબી છે. આ બાબતથી મને નથી વિઝા મળ્યા. તે બાબાતથી મને વિઝા નથી મળ્યા. આ વિષય પર કોમેન્ટો કર્યા કરે છે. કોઈને આટલી કક્ષાએ નીચો પાડ્યા પહેલા, કોઈને ખરાઈ કે ચોક્સાઈ કરવાની જરૂર નથી લાગતી? હું તમામ લોકોને કહેવા માંગુ છું કે, કોઈને શંકા હોય તો મને રૂબરૂ મળો, હું પુરાવા આપીશ. મે નીતિમત્તા નથી ગુમાવી. બાકી તો દર વર્ષે નવરાત્રી આવે એટલે મારા મિત્રો આવું કરવાના જ છે. સૌથી મોટો જજ જનતા, મારા દીકરા-દીકરી અને મારો ભગવાન છે. હું એટલું ઈચ્છીશ કે ભગાન બધાને સદબુદ્ધિ આપે.

(1:20 am IST)