ગુજરાત
News of Friday, 28th September 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમ સુધીમાં કોંગ્રેસના અવરોધને સાંખી લેવામાં નહી લેવાય

રાહુલ ગાંધીના નિવેદન અને અહેમદ પટેલના ટ્વીટ બાદ નીતિન પટેલની ચેતવણી

 

અમદાવાદ ;સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાદ અહેમદ પટેલના ટ્વીટ બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અહેમદ પટેલ પર નિશાન સાધ્યું છે. નીતિન પટેલે કહ્યું કે ફક્ત રાહુલ ગાંધીને ખુશ કરવા માટે અહેમદ પટેલ ટ્વીટ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે કારણ વગર વિવાદ ઉભો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે

   તેમણે કહ્યું કે કોંગ્રેસે ફક્ત રાજકીય લાભ લેવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો વાયરલ કર્યો છે. જો 31 ઓક્ટોબરે સ્ટેચ્યુના લોકાર્પણ કાર્યક્રમ સુધીમાં કોંગ્રેસ કોઇ પણ અવરોધ ઉભો કરવાના પ્રયત્નો કરશે તો તે સાંખી લેવામાં નહી આવે તેવી ચિમકી નીતિન પટેલે ઉચ્ચારી છે.

(11:17 pm IST)