ગુજરાત
News of Friday, 28th September 2018

બસની સુવિધા નહીં મળતા બસો રોકી કરાયેલો હંગામો

થરાદની પોલીસ ઘટના સ્થળે દોડી આવીઃ ધાનેરા બસ સ્ટેન્ડથી મંગળવારથી નવી બસ ચાલુ કરાશે

અમદાવાદ,તા.૨૮: પાવડાસણ ગામે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા ધાનેરા થી થરાદ જતી તમામ બસોને રોકાવી ભરવા હંગામો મચાવ્યો હતો ત્યારે ૮ જેટલી બસ માં બેઠેલા મુસાફરો પણ અટવાયા હતા તો બીજી તરફ લોકો બસ ને નુકશાન પહોંચાડે તે પહેલાં થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પડવાની કોશિશ કરી હતી પરંતુ વિધાર્થીઓ ની માંગ હતી કે જ્યાં સુધી અમને બસ ની સુવિધા નહીં મળે ત્યાં સુધી અમે લોકો આવીજ રીતે વિરોધ કરતા રહીશું.ત્યારે ધાનેરા બસ સ્ટેન્ડ માંથી વિધાર્થીઓ ને ખાતરી આપવામાં આવી હતી કે મંગળવારે અમે નવી બસ ચાલુ કરશું ત્યારે મામલો થાળે પડ્યો હતો. સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂ પિયા નો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ તમામ બાળકો શિક્ષણ મેળવી શકે પરંતુ અપૂરતી સુવિધા ને લઈ સરકાર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ સુવિધા ન મળતા વિધાર્થીઓ સહિત વાલીઓ રસ્તા પર ઉતરી વિરોધ દર્શાવી રહ્યા છે વાત છે. બનાસકાંઠા જિલ્લા ના થરાદ તાલુકા ના પાવડાસણ.કે જ્યાંથી અંદાજે ૧૦૦ જેટલા બાળકોએ ભ્યાસ અર્થે ધાનેરા આવી રહ્યા છે અને તમામ બાળકો એ પાસ કઢાવી સરકાર ને ભાડા પેટે પૈસા પણ ચૂકવી દીધા છે. છતાં પણ આ બાળકો ને બસ સુવિધાનો લાભ નથી મળતો ત્યારે વિધાર્થીઓ જણાવી રહ્યા છે  ગામમાં માં કોઈ બસ નો ચાલક બસ જ નથી ઉભી રાખતો અને બસ પણ ટાઈમ સર આવતી નથી  અને આવે ત્યારે બસ માં બેસવા માટે જગ્યા જ નથી મળતી...આ બાબજે વિધાર્થીઓ સહિત ગામ લોકો દવરા રજુઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા આજે વિધાર્થીઓ સહિત વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતાધાનેરા થી થરાદ જતી ૮ જેટલી બસો રોકાવી ભારે હંગામો મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું અને ૮ જેટલી બસ માં બેઠેલા મુસાફરો પણ અટવાયા હતા ત્યારે મુસાફરો ગામલોકો સામસામે આવી જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતોસમગ્ર ઘટના બાબતે પોલીસ ને જાણ કરતા થરાદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી પરંતુ વિદ્યાર્થીઓ ની માંગ હતી કે જ્યાં સુધી અમને બસ ની સુવિધા નહિ મળે ત્યાં સુધી અમે આ જ રીતે રસ્તા રોકી વિરોધ કરતા રહીશું પરંતુ ધાનેરા બસ સ્ટેન્ડ માંથી વિદ્યાર્થીઓ ને ખાતરી આપવામાં આવી હતી કે મંગળવારે થી તમારા ગામા નવી બસ ચાલુ કરવામાં આવશે જેથી મામલો થાળે પડ્યો હતો અને બે કલાક બાદ રસ્તા ખુલ્લા કરી બસ ને જવા દીધી હતી ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દવરા મંગળવારે નવી બસ ચાલુ કરવામાં આવે છે કે પછી ફરીથી વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાનો વારો આવે છે તેતો સમય જ બતાવશે.

(10:23 pm IST)