ગુજરાત
News of Friday, 28th September 2018

રાજ્યમાં વકરતો સ્વાઇનફલુ ;વધુ ત્રણ દર્દીના મોત :છેલ્લા 24 કલાકમાં 54 પોઝિટિવ કેસ :190 દર્દી સારવાર હેઠળ

ચાલુ માસમાં જ સ્વાઈન ફ્લુના કુલ 549 પોઝિટિવ કેસ નોંધાયા

 

અમદાવાદ :રાજ્યમાં સ્વાઈન ફ્લૂ વધુ વકરી રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી વધુ ત્રણ દર્દીઓનાં મોત થયા છે. સરકારી આંકડા મુજબ 24 કલાકમાં સ્વાઈન ફ્લુના વધુ 53 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો હજુ 190 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે

  . રાજ્યમાં ચાલુ માસમાં સ્વાઈન ફ્લુના કુલ 549 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સ્વાઈન ફ્લૂના વધી રહેલા રોગને પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

(9:53 pm IST)