ગુજરાત
News of Friday, 28th September 2018

૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું ઉદઘાટનઃ ગુજરાત વિધાનસભાની ૧૮૨ સીટ હોવાથી ૧૮૨ મીટર ઉંચાઇ રખાઇ

અમદાવાદ: ગુજરાતમાં તૈયાર થયેલી સરદરા વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમાની ઊંચાઇ 182 છે જે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ બની ટૂંક સમયમાં સંપૂર્ણ થશે. ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી કે સરદાર પટેલની એક એવી મૂર્તિ તૈયાર થાય જે દુનિયામાં સૌથી ઊંચી હોય. થોડા દિવસ બાદ વડા પ્રધાન મોદીનું સ્વપ્ન પૂર્ણ થવા જઇ રહ્યું છે.

સરદાર પટેલનું સ્ટેચ્યુ દુનિયાનું સૌથી વિશાળ અને ઊચું સ્ટેચ્યુ છે. 120 મીટરની ઊંચાઇ ધરાવતી ચીનમાં આવેલી સ્પ્રિંગ બુદ્ધની પ્રતિમા અને 90 મીટરની ઊંચાઇ ધરાવતી ન્યૂયોર્કની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બંને સરદારની પ્રતિમાથી નાની છે.

પ્રતિમાના નિર્માણ માટે કેન્દ્રની મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ ઓક્ટોબર 2014માં સમગ્ર પ્રોજેક્ટ ખાનગી કંપની લાર્સેન એન્ડ ટુબ્રોને આપવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ શરૂઆતથી લઇને અંતિમ તબક્કા સુધીમાં કુલ 4076 મજૂરોએ બે શિફ્ટમાં કામ કરીને સમગ્ર મૂર્તિ તૈયાર કરી છે. જેમાં 800 સ્થાનિક મજૂરોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 200 મજૂરો ચીનથી કામ કરવા માટે આવ્યા હતા.

મૂર્તિમાં સરદાર પટેલની સાદગીના દર્શન થાય છે. મૂર્તિમાં સરદાર ધોતી, કૂર્તા, બંડી અને ખભ્ભા પર ખેસ પહેરી છે. સમગ્ર પ્રોજેક્ટ પબ્લિક પ્રાયવેટ પાર્ટશીપ પર તૈયાર થયો છે. સરદાર સ્મારક પાસે સરદાર પટેલની જીવનકથા પર આધારિત એક મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ઓડિયા વિડીયો વિઝ્યુઅલ્સ દ્વારા સરદારના જીવન-પ્રસંગોની છણાવટ કરાશે.

વિશાળ પ્રતિમાની ઊંચાઇ 182 મીટર છે પાછળનું કારણ ગુજરાતમાં વિધાનસભાની સીટ 182 છે તે છે. જેને પ્રતિમામાં દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે, પ્રતિમાને લઇને વર્ષ 2019માં યોજાનારી ચૂંટણીના સમીકરણો પણ જોરશોરથી ચર્ચામાં છે. જે પરથી ગુજરાતની બદલતી રાજનીતિનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે.

દેશના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી સરદાર પટેલની મૂર્તિ તૈયાર કરવાનું એલાન નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે કરાયું હતું. તા. 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ નિમિતે વડાપ્રધાન મોદી તેનું ઉદ્દઘાટન કરશે. વર્ષ 2013માં સત્તાવાર રીતે પ્રોજેક્ટની વાત સામે આવી હતી. સરદારને લોખંડી પુરુષની ઉપમા મળી હતી. તેથી વડા પ્રધાન પદેથી નરેન્દ્ર મોદીએ દેશના દરેક વિસ્તારમાંથી લોઢું આપવા માટે હાકલ કરી હતી. જેથી તે લોઢાનો ઉપયોગ મૂર્તિ બનાવવા માટે થઇ શકે. જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની હતી ત્યારે પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો. ફરી એક વખત દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ગુજરાતના રાજકારણની ચર્ચામાં છે.

(5:22 pm IST)