ગુજરાત
News of Friday, 28th September 2018

ઉમરગામના ડમરુવાડીમાં ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકતા અફડાતફડી

ઉમરગામ:ના ડમરૂવાડી વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે બપોરે અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગે આક્રમક સ્વરૂપ ધારણ કરતાં દુરદુર સુધી આગના ગોટેગોટા ફેલાઈ જતાં લોકોમાં ભય ફેલાયો હતો. ફાયર ફાઈટરના પાંચ બંબા ઘટનાસ્થળે પહોંચી લગભગ પાંચ કલાક બાદ આગ પર કાબુ મેળવી શક્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરગામના ડમરૂવાડી વિસ્તારમાં ભંગારનું ગોડાઉન આવેલું છે. આજે બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગે વરવું સ્વરૂપ ધારણ કરતાં આગ વધુ ભિષણ બની હતી. જેને લઈ નજીકમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. દુરદુર સુધી આગના ગોટેગોટા ફેલાઈ જતાં લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વાપી, ઉમરગામ, સરીગામ સહિતના ફાયર ફાઈટરના પાંચ બંબાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લાશ્કરોએ ભીષણ આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી લગભગ પાંચ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 

(5:11 pm IST)