ગુજરાત
News of Friday, 28th September 2018

આડાસંબંધના વહેમમાં હત્યા થયેલ યુવાનની લાશ ભેદી સંજોગોમાં ખાડામાંથી મળી આવી

બારડોલી: તાલુકાના ટીમ્બરવા ગામે પાંચ દિવસ અગાઉ સારોલી ગામના યુવાનની સંપૂર્ણ નગ્ન હાલતમા હાથ-પગ બાંધી હત્યા કરેલી હાલતમાં મળેલી લાશના બનાવમાં પોલીસે ટીમ્બરવા ગામના પાંચ શખ્સોની ધરપકડ કરી છે. મરનારના ટીમ્બરવા ગામે મહિલા સાથે આડાસંબંધના વહેમમાં મહિલાના પતિએ પોતાના ભાણેજ અને મિત્રો સાથે કાવતરૂં કરી હત્યા કરી હતી.

ટીમ્બરવા ગામે ખાડીના પાણીમાંથી ગત રવિવારના તા. ૨૩મીએ સોમા ઉર્ફે લાલુ છનાભાઇ રાઠોડ (ઉ.વ. ૩૨, રહે. સારોલી, તા. ચોર્યાસી, જિ. સુરત)ની સંપૂર્ણ નગ્ન હાલતમાં હાથ-પગ દોરી વડે બાંધી હત્યા કરેલી લાશ મળી હતી. બારડોલી પી.આઇ. એન.એસ. ચૌહાણે અજાણ્યા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

પોલીસ તપાસમાં મરનાર સોમા રાઠોડને ટીમ્બરવા ગામે મહિલા સાથે આડાસંબંધ અંગે શંકા જતાં તે દિશામાં તપાસ કરતરા પોલીસે સુરેશ બુટાભાઇ રાઠોડ (ઉ.વ. ૩૩, રહે. ટીમ્બરવા) અને તેના માનીતો ભાણેજ પરેશ ઉર્ફે લાલુ સોમાભાઇ રાઠોડ (ઉ.વ. ૨૦, મૂળ રહે. તુંડી, તા. પલસાણા. હાલ રહે- ટીમ્બરવા)ની અટક કરી સઘન પૂછપરછ કરતા સોમા રાઠોડની હત્યાની કબુલાત કરી હતી. 

(5:11 pm IST)