ગુજરાત
News of Friday, 28th September 2018

નિકોલમાં અગમ્ય કારણોસર બિલ્ડરે ઝેર ગટગટાવ્યું

અમદાવાદ:માં દિનપ્રતિદીન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. મુડી કરતા અનેક ગણુ વ્યાજ વસુલવા લેણદાર અને તેના પરિવારજનોને પરેશાન કરી નાંખતા આરોપીઓ સામે પોલીસ કોઈ નક્કર પગલા લેતી ન હોવાથી તેમને છુટો દોર મળી ગયો છે. આવા જ એક બનાવમાં બોડકદેવમાં રહેતા એક બિલ્ડરે નિકોલમાં પોતાની કારમાં ધેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નિકોલ પોલીસે એક મહિલા સહિત ૧૦ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.મુડી કરતા ત્રણથી પાંચ ગણુ વ્યાજ ચુકવવા છતા પરેશાન કરતા હોવાથી પગલું ભર્યું ઃ કારમાંથી ત્રણ ચિઠ્ઠી મળીઆ બનાવની વિગત મુજબ બોડકદેવમાં વાઈસરોય વિલેજમાં રહેતા મુકુંદભાઈ દેવજીભાઈ પટેલ (૪૭) બિલ્ડીંગ કન્સ્ટ્કશનનો વ્યવસાય કરે છે.તેમના ભાઈ વિપુલભાઈ પટેલ થલતેજમાં આદિત્ય આર્કેડમાં ગોપીનાથ ગુ્રપ ઓફ કંપનીના નામથી કન્સ્ટ્રકશનનો ધંધો કરે છે.દરમિયાન ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ નાં રોજ મુકુંદભાઈએ નિકોલમાં ભક્તિ બંગ્લોઝ નજીક તેમની કારમાં ઠંડાપીણામાં ઝેરી દવા ભેળવીને પી લીધી હતી. તેમને ઊલ્ટીઓ શરૃ થતા  સોસાયટીના વોચમેનએ ભક્તિ બંગલોઝમાં રહેતા મુકંદભાઈના સંબંધી સુહાગભાઈને જાણ કરી હતી. તેમણે મુકંદભાઈના થલતેજમાં રહેતા ભાઈ અને વ્યવસાયે બિલ્ડર વિપુલભાઈ પટેલને જાણ કરી હતી.

 સુહાગભાઈએ તપાસ કરતા મુકુંદભાઈ કારમાં ઊલ્ટી કરી રહ્યા હતા. પુછપરછમાં તેમણે કહ્યું હતું કે તેમણે મરવા માટે ઝેરી દવા પીધી છે. આથી તાત્કાલિક તેમને સારવાર અર્થે બાપુનગરની એક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બેભાન હાલતમાં તેમની સારવાર શરૃ કરવામાં આવી હતી.

(5:10 pm IST)