ગુજરાત
News of Friday, 28th September 2018

આણંદના ખેરડામાં થયેલ કોમી અથડામણમાં 6ની ધરપકડ કરવામાં આવી

આણંદ: તાલુકાના ખેરડા ગામે ૨૪મીની રાત્રીના સુમારે વિવાદાસ્પદ ગીત વગાડવાના મુદ્દે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ડેપ્યુટી સરપંચની થયેલી હત્યામાં તપાસ કરતી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છ શખ્સોને ઝડપી પાડીને કોર્ટમાં રજુ કરતાં જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. 
આ અંગેની મળતી વિગતો અનુસાર ગત ૨૪મી તારીખના રોજ ખેરડા ગામે થયેલી જૂથ અથડામણમાં ડેપ્યુટી સરપંચ મહેન્દ્રભાઈ ભોઈના માથામાં લોખંડની પાઈપ ફટકારી દેવામાં આવતાં સારવાર દરમ્યાન મોત થયું હતુ આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી હતી. એલસીબી પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે કોમ્બીંગ ઓપરેશન હાથ ઘરીને ખેરડા ગામની સીમમાં છુપાઈ ગયેલા સલીમ અશરફભાઈ મલેક, મનવરમીંયા ઉર્ફે મનુ મહંમદમીંયા મલેક, ફિરોજભાઈ મનવરખાન પઠાણ, ફારૂકભાઈ મનુભાઈ મલેક, ઈમ્તીયાઝખાન ઉર્ફે અંકિત મનવરમીંયા મલેકને ઝડપી પાડીને લાકડી, પાઈપ વગેરે જપ્ત કર્યું હતુ. સાંજના સુમારે તેઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. 
 

(5:09 pm IST)