ગુજરાત
News of Friday, 28th September 2018

બારડોલી પ્રાંત પ્રજ્ઞેશ જાની દ્વારા ૨૦ દિ'માં ૯૦૦ આદિવાસી પરિવારો અંગે ફેંસલોઃ દિવાળી સુધરી

બે વર્ષથી પડતર ૯૦૦ નવી- જુની શરતના કેસોનો ધડાધડ નિકાલ અને ઠરાવ : રાજકોટના વતની બારડોલી પ્રાંતનું જબરૂ કાર્ય

રાજકોટ તા.૨૮: રાજકોટ સીટી પ્રાંત તરીકે ફરજ બજાવનાર અને ઝીરો તુમાર કરી સફળતા મેળવનાર ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીએ સુરત જિલ્લામાં પણ આવી જ કાર્યવાહી કરી ગરીબ આદિવાસી પરિવારોને ખુશખુશાલ કરી તેમની દિવાળી સુધારી દીધી છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે બારડોલી-મહુવાના બે વર્ષોથી પડતર ૯૦૦ નવી શરત-જુની શરતના કેસોની ફાઇલો ખોલી તમામને નોટીસો ફટકારી માત્ર ૨૦ દિ'માં જ નિર્ણય લઇ કેસોનો ધડાધડ નિકાલ કરી રીવ્યુ અને ઠરાવ કરી નાંખ્યા હતા.મોટા ભાગના તમામ કેસોમાં નવી શરત માંથી જુની શરતમાં ફેરવી દીધાનો હુકમ કરી ૯૦૦ આદિવાસી પરિવારોની દિવાળી સુધારતો હુકમ કરી કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.

 

 

(4:03 pm IST)