ગુજરાત
News of Friday, 28th September 2018

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો યથાવત :પેટ્રોલમાં 22 પૈસા અને ડીઝલમાં લિટરે 18 પૈસાનો વધારો

સૌથી વધુ ભાવનગરમાં પેટ્રોલનો ભાવ લિટરે 83,66 રૂપિયા :વડોદરામાં 83,06 રૂપિયા

રાજકોટ :પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહયો છે આજે પણ યથાવત રહ્યો છે છે.આજે પણ પેટ્રોલમાં 22 પૈસા અને ડીઝલમાં 18 પૈસાનો વધારો થયો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 82ને પાર તો ડીઝલ 80ને પાર પહોંચી ગયું છે.

રાજ્યના મહાનગરોના પેટ્રોલ ડીઝલના ભાવ જોઈએ તો અમદાવાદમાં પેટ્રોલ રૂ.82.31, ડીઝલ રૂ.79.85, ભાવનગરમાં પેટ્રોલ રૂ.83.66, ડીઝલ રૂ.81.17, વડોદરામાં પેટ્રોલ રૂ.83.04, ડીઝર રૂ.79.57, સુરતમાં પેટ્રોલ રૂ.82.31, ડીઝલ રૂ.79.86, રાજકોટમાં પેટ્રોલ રૂ.82.20, ડીઝલ રૂ.79.74 પહોંચ્યું છે..

 વધતા ભાવ વધારાથી પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે.. આખરે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર ક્યારે બ્રેક વાગશે તેની રાહ પ્રજા જોઇ રહી છે.. સરકાર પાસે ભાવ નિયંત્રણની અપેક્ષા આમ જનતા રાખી રહી છે.

(1:27 pm IST)