News of Friday, 28th September 2018
અમદાવાદમાં સ્વચ્છતા જાળવવા 500 લોકોની એકવર્ષ માટે કરાશે નિમણુંક
યુવકોની ચાર સભ્યોની ટીમ બનાવાશે : સવાર અને સાંજની ઈસ્પેકશનની ટીમ અલગ:દરેક યુવકને 100 રૂપિયા ચૂકવાશે
અમદાવાદ કોર્પોરેશન સ્વચ્છતા જાળવવા માટે 500 લોકોની 1 વર્ષ માટે હંગામી નિમણુંક કરવામાં આવશે. નિમણુંક કરવામાં આવનાર યુવકોની ચાર સભ્યોની ટીમ બનાવશે સવાર અને સાંજની ઈસ્પેકશનની ટીમ અલગ હશે
.પહેલા આ લોકો સ્વચ્છતા માટે પ્રજાને જાગૃત કરશે. બે મહિના પછી પબ્લિક પ્લેસ પર ઉભા રહી ગંદકી કરનાર એકમો વ્યક્તિ સામે કાર્યવાહી કરશે.
દરેક યુવકને એક દિવસમાં 100 રુપિયા ચુકવવામા આવશે. આ ઉપરાંત કોર્પોરશન સાત ઝોનમાંથી દરેક ઝોનમાં એક વોર્ડને સ્વચ્છતા માટે એક કરોડનું વધારાના બજેટનું પુરસ્કાર પણ આપશે.
(12:36 pm IST)