ગુજરાત
News of Friday, 28th September 2018

કર્મચારીને મળી ગિફટ

સુરતઃ ડાયમંડ કંપનીના માલિકે રપ વર્ષ પુરા કરનાર કર્મચારીઓને આપી ૧ કરોડની મર્સિડીઝ

સુરત તા.૨૮: ડાયમંડ કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને ગિફટમાં મોંઘી વસ્તુઓ આપવાના સમાચાર અવારનવાર સામે આવે છે. આ વખતે ફરી એક વખત હરીકૃષ્ણ ડાયમંડ કંપનીએ પોતાના વિશ્વાસુ કર્મચારીઓને કરોડો રૂપિયાની કાર ભેટ કરી છે.

હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, 'કંપનીમાં છેલ્લા રપ વર્ષથી ફરજ બજાવતા વિશ્વાસુ અને વફાદાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે. ત્રણ કર્મચારીઓને કંપની દ્વારા મર્સિડીઝ કાર આપવામાં આવી છે.મહેર ચાંદપરા, મુકેશ ચાંદપરા અને નિલેશ જાડા નામના મેનેજર છેલ્લા રપ વર્ષની આ કંપનીમાં કામ કરે છે. તેમની વિશ્વસનિયતા અને કર્મનિષ્ઠાથી ખુશ થઇને કંપનીના માલિક સવજીભાઇએ આ ત્રણેય મેનેજરોને મર્સિડીઝ કાર ગિફટમાં આપી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ભૂતર્પુવ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહયા હતાં.અગાઉ પણ આ બિઝનેસમેન પોતાની કંપનીના કર્મચારીઓને મોંઘી મોંઘી ભેટ આપવાને લઇ લાઇમ લાઇટમાં આવી ચુકેલા છે. તમને જણાવી દઇએ કે, તેઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પોતાના કર્મચારીઓને કાર, મકાન, સોનું ડાયમંડ સેટ વગેરે ભેટ સોગાદો આપી રહ્યા છે.(૧.૭)

 

(12:03 pm IST)