ગુજરાત
News of Friday, 28th September 2018

અંબાજીના ગબ્બર ઉપર રહેતા ચુંદડીવાળા માતાજી સાથે 1,20 કરોડની છેતરપિંડી: મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ઓળખ આપી ધર્મશાળા બનાવવા અને જગ્યા વેચાણના બહાને 1,10 કરોડ લીધા

અંબાજીના ગબ્બર ઉપર રહેતાં ચુંદડીવાળા માતાજી સાથે  રૂપીયા 1.20 કરોડની છેતરપીંડી થયાનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

 આ અંગે મળતી વિગત મુજબ  અંબાજીનાં ગબ્બર વિસ્તારમાં રહેતા પ્રહલાદભાઇ જાની ઉર્ફે ચુંદડીવાળા માતાજી પાસેથી અંબાજીના ભદ્રેશભાઇ પંડ્યાએ પોતે અંબાજીની મણીરત્ન ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી હોવાનું જણાવી ચુંદડીવાળા માતાજી પાસે થી ધર્મશાળા બનાવવા તથા તેની માટે જગ્યા વેંચાણ રાખવા માટે નક્કી કરેલ રકમ લીધી હતી. પરંતુ બાદમાં ખબર પડી કે, ભદ્રેશભાઇ પંડ્યા આ ટ્રસ્ટના ટ્રસ્ટી જ નથી. તેમણે ખોટી રીતે છેતરપીડીં કરી રૂપીયા 1.20 કરોડ લીધા છે.

   આ મુદ્દે ચુંદડીવાળા માતાજીના એક અનુયાયીએ સદર બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી થઇ હોવાની અરજી આપી છે

(12:04 pm IST)