ગુજરાત
News of Friday, 28th September 2018

સુરત :પાસના ફેસબુકમાં પત્ની અને બાળકી પર અભદ્ર ટિપ્પણી કરતા યુવકે કરી પોલીસ ફરિયાદ

તોફાન અને અરાજકતાના માહોલ અંગે યુવકે પ્રતિક્રિયા અપાતા ગ્રુપના સભ્યોએ અભદ્ર ભાષા વાપરી

 

સુરત ;પાટીદાર અનામત આંદોલન સમિતિના ફેસબુક ગ્રુપમાં કિંમના યુવકની પત્ની અને બાળકી પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરાતા યુવકે સુરત જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દરમ્યાન અનામતની માંગ સાથે છેલ્લા દિવસોમાં થયેલા તોફાન અને અરાજકતાના માહોલને લઈ યુવકે પ્રતિક્રિયા આપી હતી. જેની સામે ગ્રુપના સભ્યો દ્વારા યુવકના પરિવાર પર અભદ્ર ટિપ્પણી કરી હતી.

    મળતી વિગત મુજબ સુરત જિલ્લાના કિમ ગામમાં રહેતા અમિત રાવલ સુગર ફેકટરીમાં એકાઉન્ટ્સ તરીકેની ફરજ બજાવે છે. અમિત રાવલ સોશિયલ મીડિયાના ફેસબૂક એકાઉન્ટ પર બનાવવામાં આવેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના ગ્રુપમાં મેમ્બર પણ છે. હાલ ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ દરમ્યાન થયેલા સુરતમાં તોફાનો અને રાજકતાના માહોલ વિશે અમિત રાવલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

   અમિત રાવલે ગ્રુપમાં જણાવ્યું હતું કે, અનામત માટે તોડફોડ કરવી યોગ્ય નથી. રીતે શહેરની શાંતિ અને સલામતી દોહળાઇ શકે છે. યુવકની પ્રતિક્રિયા સામે ગ્રુપના અલગ અલગ મેમ્બરોએ અભદ્ર ભાષામાં ટિપ્પણી શરૂ કરી હતી. જેમાં યુવકના પત્ની સને બાળકી વિશે પણ નહીં શોભાય તે પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. સાથે યુવકની પત્ની અને તેનો ફોટો પણ ગ્રુપમાં અપલોડ કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી આપત્તીજનક પોસ્ટ કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિ નામના એફબી એકાઉન્ટમાં પ્રકારની પોસ્ટને લઈ યુવકે જિલ્લા પોલીસના દ્વાર ખખડાવ્યા છે. યુવકે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

  રાજ્ય સરકાર દ્વારા સોશિયલ મીડિયા દ્વારા આચરવામાં આવતા ગુણ અંગે આઇટીની સ્પેશિયલ ટીમ બનાવી છે. જેમાં સોસીયલ મીડિયા પર બનતા ગુનાને રોકવા તેમજ આરોપીઓ સુધી પોહચવા આઇટી એક્સપોર્ટ ટીમને કાર્યરત કરવામાં આવી છે. ત્યારે મામલે જિલ્લા પોલીસ શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે.

(11:55 pm IST)