ગુજરાત
News of Friday, 28th September 2018

૮૬માં ઇન્ડિયન અેરફોર્સ-ડેની ઉજવણીઃ વડોદરાના લોકોઅે માણ્યો અદભુત અેર-શો

વડોદરાઃ 86માં ઇન્ડિયન એરફોર્સ ડેની ઉજવણીના ભાગરૂપે શહેરના ન્યુ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ સંલગ્ન એરપોર્ટના રન-વે પરથી તા.26 અને 27 સપ્ટેમ્બરના રોજ ભારતીય વાયુદળના 11 ફાઇટર પ્લેન (હૉક)નો એર શો યોજવામાં આવ્યો છે. જેના પહેલા દિવસે સુર્યકિરણ એરોબેટિક ટીમ અને આકાશગંગાના જવાનો દ્વારા એરફોર્સ સ્ટેશન ખાતે વિવિધ શૌરભર્યા કરતબો દર્શાવ્યા.

આ એર શૉ જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એરપોર્ટ પહોંચ્યા હતા. દેશના યુવાનો એરફોર્સમાં જોડાઇ કારકિર્દી બનાવે તે ઉદ્દેશથી આ એરશૉનું આયોજન કરવામાં આવે છે.

(5:34 pm IST)