ગુજરાત
News of Wednesday, 28th July 2021

ગુજરાત સરકાર કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા કલાકારોને આર્થિક સહાય અપાશે

તમામ જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમત ગમત અધિકારીઓને કોરોના થી મૃત્યુ પામેલા કલાકારોની યાદી મંગાવાઈ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની મહામારી માં અવસાન પામેલા વિવિધ કલાક્ષેત્રના કલાકારોને આર્થિક સહાય આપવાનું રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. અને આ માટે ગુજરાતના તમામ જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમત ગમત અધિકારીઓને કોરોના થી મૃત્યુ પામેલા કલાકારોની યાદી તૈયાર કરીને 31 જુલાઈ સુધીમાં ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપવાના આદેશ કરવામાં આવ્યા છે.

નૃત્ય, નાટય, પપેટ્રી, લોકકલા, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય, ગ્રાફિકસ જેવી ઍક કે વધુ કલાના ક્ષેત્રોમાં ઓછામાં ઓછુ 10 વર્ષ કે તેથી વધુ યોગદાન આપેલ હોય તેમના પરિવારજનોને મળશે તેમજ તેમના પરિવારની વાર્ષિક આવક મર્યાદા 2 લાખની હોય અને તે કલાકાર નું કોવિડ 19 થી મૃત્યુ થયું હોય તેવા જ કલાકારના પરિવારને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે

 આ કામગીરી માટે જે તે જિલ્લાના યુવા વિકાસ અધિકારી તેમજ રમતગમત અધિકારી એ જે તે જિલ્લાના કલાક્ષેત્ર સાથે જોડાયેલા કલાકાર ના મૃત્યુ પામનારા કિસ્સાઓની કરાઈ અને તેનો સર્વે કરવાનો રહેશે અને આગામી 31 જુલાઇ સુધીમાં ગાંધીનગરથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ની કચેરીમાં તેના નામ સહિતની વિગતો મોકલવા માટેની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ માટે  રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કમિશનર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના રમતગમત અધિકારી ઓને કોવિડ 19માં મૃત્યુ પામનારા કલાકારો ની યાદી તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે

(11:38 pm IST)