તલોદ તાલુકાના વાવ ગામે સુજલામ સુફલામ કેનાલમાં આકસ્મિક રીતે ટ્રેકટર ખાબકતા ચાલકનો આબાદ બચાવ
તલોદ:તાલુકાના વાવ ગામના સીમાડા વિંધીને જતી સુજલામ સુફલામ કેનાલમાં આજે આકસ્મિક રીતે એક ટ્રેકટર પડી ગયું હતું. ટ્રેકટરનો ચાલક કૂદી પડતાં તેનો આબાદ બબચાવ થવા પામ્યો હતો. અંદાજીત ૨૦ ફૂટ જેટલા કેનાલના ઊંડુ ટ્રેકટર ખાબક્યું હતું.
વાવ ગામના કેનાલ પંથકના સર્વિસ રોડને બિનજોખમી અને યોગ્ય બનાવવા માટેની કરાયેલી રજુઆતો નિષ્ફળ રહી છે. જે બાબતે જવાબદાર તંત્ર દ્વારા કોઈના કાર્યવાહી નહીં કરવામાં આવતાં છાશવારે અહીં ટુવ્હીલરના અને રાહદારીઓને અકસ્માતો થતા રહે છે. સર્વિસ રોડના નવનિર્માણનું કામ કરવામાં આવે તેવી પંથકની પ્રજાની પ્રબળ માંગ છે. આજે આ સર્વિસ રોડ ઉપરતી પસાર થતું ટ્રેકટર ઢાળ ઉપરથી રગળતા લાગતાં તેને કાબૂ કરી શકાશે નહીં તે માનીને તેનો ચાલક સમયસૂચકતા વાપરી કૂદી પડયો હતો. બાદ પુલ પાસેથી ટ્રેકટર કેનાલના પેટાળમાં જઇ ખાબક્યું હતું.