રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લાના 122 તાલુકાઓમાં વરસાદ :ડોલવણ અને બારડોલીમાં સવા ઇંચ , સાપુતારા ,આહવામાં એક ઇંચ
અત્યાર સુધીમાં સિઝનનો 34.60 % વરસાદ વરસ્યો છે : 30 જુલાઇ સુધી ભારેથી અતિ ભારેની વરસાદીની આગાહી
અમદાવાદ: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 34.60 % વરસાદ વરસ્યો છે. 28 જિલ્લાના 122 તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યમાં 24 કલાક દરમિયાન સવાથી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાકમાં ડોલવણ અને બારડોલીમાં 29 મિમી વરસાદ, સાપુતારામાં 1 ઇંચ, આહવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 જુલાઇ સુધી ભારેથી અતિ ભારેની વરસાદીની આગાહી છે.
રાજ્યભરમાં વરસાદી માહોલમાં મંગળવારે દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધા બાદ રાત્રે હળવો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન કાળાંડિબાંગ વાદળો વચ્ચે પણ વરસાદ વરસ્યો ન હતો પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા 30મી જુલાઇ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.