ગુજરાત
News of Wednesday, 28th July 2021

અમદાવાદમાં 192 કોર્પોરેટરને નવા લેપટોપ અપાશે :કુલ 265 લેપટોપ ખરીદવા તખ્તો તૈયાર : એક લેપટોપની કિંમત 75,000

શહેરમાં ઇગર્વનન્સ હેઠળ તમામ કોર્પોરેટરને લેપટોપ આપવાનો મ્યુનિ.એ તખ્તો ગોઠવી દીધો

અમદાવાદ :શહેરમાં ઇગર્વનન્સ હેઠળ તમામ કોર્પોરેટરને લેપટોપ આપવાની મ્યુનિ.એ તખ્તો ગોઠવી દીધો છે અને રૂ. 2 કરોડના ખર્ચે 265 લેપટોપ ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. એક લેપટોપની
કિંમત 75 હજાર જેટલી થવા જાય છે જેટલું મોંઘું લેપટોપ એટલી સેવા ઝડપી બનતી હોવાનું મનાય રહ્યું છે જોકે, પાંચ વર્ષ અગાઉ પણ કાઉન્સીલરો ને લેપટોપ અપાયા હતા જે કોરોનામાં ઓનલાઇન બોર્ડની બેઠકમાં માંડ કેટલાક જ કોર્પોરેટરે તેનો ઉપયોગ કર્યો હતો.
મ્યુનિ.એ મંગાવેલા ટેન્ડરમાં ઇન્ટેલ પ્રોસેસર, જેનું જનરેશન 11.0થી વધુ માંગવામાં આવ્યું છે. પ્રોસેસરમાં ઇન્ટેલ કોર આઇ 5 કે ઇન્ટેલ કોર આઇ 7ની માંગ કરી છે. આ ઉપરાંત કેટલાક સ્પેસીફીકેશન મંગાયા છે. જે વિક્રેતાનું ટર્નઓવર 1 કરોડથી વધારેનું હોય તે લોકો જ આ ટેન્ડર ભરી શકશે. 192 કોર્પોરેટરને દર 5 વર્ષે નવા લેપટોપ અપાય છે. જેનો હેતુ કોર્પોરેટર દ્વારા જનતા ની ફરિયાદોના નિકાલ માટે પ્રોગ્રેસ ઓનલાઇન જોઇ તેમની ફરિયાદો પણ ઓનલાઇન કરી શકે તે માટેનો હોય છે અને સ્માર્ટ કોર્પોરેટર તરીકે તમામ વિગતો લેપટોપ મારફતે સંગ્રહ કરી શકે તેવો હેતુ રહેલો છે.
2015માં 1 કરોડના ખર્ચે 238 લેપટોપ ખરીદાયા હતા. જેમાં એક લેપટોપની કિંમત 50 હજારતી હતી. જોકે તે સમયે અપાયેલા લેપટોપનું પ્રોસેસર જૂનું હતું. જૂના વર્ઝનનું લેપટોપ કોર્પોરેટરને અને કેટલાક અધિકારીઓને પકડાવી દેવામાં આવતાં જે તે સમયે ભારે હોબાળો થયો હતો.

(12:17 pm IST)