ગુજરાત
News of Wednesday, 28th July 2021

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં કોરોના સંક્રમિત 12 દર્દીઓની હાલત ગંભીર

3 વેન્ટિલેટર, 4 બાઈપેપ અને 5 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ કોરોના મુક્ત કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે.

સુરતમાં હાલ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દાખલ કોરોના સંક્રમિત 12 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં 19 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 12 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 4 બાઈપેપ અને 5 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી બંને હોસ્પિટલોની ડોક્ટરોની ટીમ તેમને કોરોના મુક્ત કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે.

(11:16 am IST)