ગુજરાત
News of Tuesday, 28th June 2022

નડિયાદ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 10 તોલા દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

નડિયાદ : નડિયાદ શહેરમાં અરમાન ગ્રીનમાં બંધ મકાન પર તસ્કરો ત્રાટકી ૧૦ તોલા સોનાના દાગીના ૪૦૦ ગ્રામ ચાંદી તથા રોકડ રૂ.૩૦ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે અરમાન ગ્રીનમાં મુકવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરાની તપાસ હાથ ધરી છે. પોલીસે ડોગ સ્કવોડ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તસ્કરોનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.  

નડિયાદમાં ઉતરસંડા રોડ પર આવેલા અને હાઈ સિક્યોરિટી ધરાવતા અરમાન ગ્રીનમાં એક શિક્ષકના બંધ મકાન પર તસ્કરો ત્રાટકી તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.૧.૮૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ શહેર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ ઉતરસંડા રોડ પર દેવ મોટેલ નજીક અરમાન ગ્રીન આવેલ છે. ૧૨ નંબરના બંગલામાં સોનલબેન ફાલ્ગુનભાઈ મિી રહે છે. તેઓને સંતાનમાં બે બાળકો છે સોનલબેન એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. જ્યારે તેમના પતિ ફાલ્ગુનભાઈ અમદાવાદ એ.એમ.સી.માં નોકરી કરે છે. ફાલ્ગુનભાઈ અમદાવાદ ખાતે રહે છે અને રજામાં ઘરે આવે છે.

(5:32 pm IST)