ગુજરાત
News of Monday, 28th June 2021

મહેશ સવાણી AAPમાં કેમ જોડાયા?: સી.આર.પાટીલે કહ્યું -ઉદ્યોગપતિ પોતાનું કામ કઢાવાવા રાજકારણમાં જોડાય છે

ઉદ્યોગપતિ પોતાના રાગ દ્રેષ કે કામ કરાવવાના આશયથી જયારે કાર્યકાર કે રાજનેતા પોલીટીકલ એકટીવ માટે જોડાતા હોય છે.

સુરતના સામાજીક અગ્રણી મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાવાને કારણે ગુજરાતના રાજકારણમાં ભડકો થયો છે અને તેની અસર સોમવારે જોવા મળી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મહેશ સવાણીનું નામ લીધા વગર કહ્યું હતું કે ઉદ્યોગપતિ પોતાનું કામ કઢાવાવા માટે રાજકારણમાં જોડાતા હોય છે.

કોઇ ઉદ્યોગપતિ જયારે રાજકારણમાં જોડાઇ છે ત્યારે પોતાના રાગ દ્રેષ કે કામ કરાવવાના આશયથી જોડાતા હોય છે, જયારે કાર્યકાર કે રાજનેતા પોલીટીકલ એકટીવ માટે જોડાતા હોય છે. એમ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે સોમવારે કમલમાં મળેલી કારોબારીની બેઠક પછી મીડિયાને સંબોધન કરતી વખતે કહી હતી. ગાંધીનગર કમલમ ખાતે ભાજપ કારોબારીની બેઠકાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી ભાજપ કારોબારીની સભા સોમવારે ગાંધીનગર કમલમ ખાતે કરવામાં આવી હતી. બેઠક પૂરી થયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, બેઠકમાં સંગઠનના મુદ્દા અને ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાંક ઠરાવો કરવામાં આવ્યા હતા.

 

સુરતમાં મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા તેનાથી શું ફરક પડશે એવા એક સવાલના જવાબમાં સી. આર. પાટીલે કહ્યું હતું કે, કોઇ પણ પક્ષ ચૂંટણી લડવાના ઇરાદાથી જ ઉભો થતો હોય છે, એ સ્વાભાવિક છે, પરંતું એક રાજકીય આગેવાન અને ઉદ્યોગપતિમાં ફરક હોય છે. ઉદ્યોગપતિ રાજકારણમાં એટલા માટે જોડાય છે કે તેના રાગ દ્રેષ કે કામ કરાવવાનો ઇરાદો હોય છે, જયારે એક કાર્યકર્તા કે રાજનેતા પોલીટીકલ એકટીવીટી માટે રાજકારણમાં જોડાતા હોય છે.

. પાટીલે વધુમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં એક વ્યકિત જોડાઇ તો પણ પ્રચાર કરે છે, ખોટા ખોટો આંકડા બતાવે છે, તસ્વીરમાં દેખાય કે 25 લોકો બેઠા છે , છતા કહે છે કે 300 લોકો આપમાં જોડાયા. ખોટું બોલવું, વારંવાર બોલવું અને ગોબેલ્સ પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ તો એવોર્ડ વિજેતા છે ઓવો પાટીલે કટાક્ષ કર્યો હતો.

સી. આર. પાટીલે કહ્યું હતું કે ગુજરાતમાં કયારેય ત્રીજો મોરચો સફળ રહ્યો જ નથી. ભાજપ પાસે 1 કરોડ 14 લાખ નોંધાયેલા સભ્ય છે અને 58 લાખ પેજ કમટીના સભ્યો છે. અમે આપ પાર્ટી પર નજર રાખીએ છીએ પરંતું તેને ગંભીરતાથી લેતા નથી એમ પાટીલે કહ્યું હતું.

(9:16 pm IST)