ગુજરાત
News of Monday, 28th June 2021

સીસીટીવીનાં આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરાઈ

સુરત પોલીસે યુવાનની હત્યાનો ભેદ ઉકેલ્યો : મજૂરી કરતા આનંદ રમાની ચોરીની આશંકાએ ગ્લોરીના વેલીના વોચમેન સહિત ચાર જણાએ હત્યા કરી હતી

સુરત, તા. ૨૭ : સુરતના સચિન વિસ્તારમાં ગ્લોરીના વેલી પાસેથી જતા આનંદ રમાની નામના ૩૦ વ?ર્ષિય યુવાન ઉપર ચોરીની શંકા રાખી અજાણ્યાઓએ તેને પકડીને ઢીક મુક્કીનો માર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી નાંખી હતી. આ મામલે મૃતકની પત્નીએ સચીન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. સચિન પોલીસે હત્યાનો આ બનાવ ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યો છે. ગ્લોરીના રેસિડેન્સીના એક વોચમેન સહિત ચાર આરોપીને ઝડપી પાડયા છે.

સુરત શહેરનાં સચિન વિસ્તારમાં હત્યાનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યો છે. ટાઇલ્સ બેસાડવાની મજૂરી કરતા આનંદ રમાની ચોરીની આશંકાએ ગ્લોરીના વેલીના વોચમેન સહિત ચાર જણાએ હત્યા કરી હતી. જેથી સચિન પોલીસે ચારેય આરોપીઓ ને ઝડપી પડ્યા હતા. મૂળ ઝારખંડના વતની અને છેલ્લા બે વર્ષથી સચીન સાંઇનાથ સુડા સેક્ટર-૧, પ્લોટ નં.૫૧, રૂમ નં.૧૬, રાજુભાઇના મકાનમાં ભાડેથી પ્લોટ નં.૫૧માં રહેતા સીતાદેવી આનંદ ?બિરેન્દ્ર રમાએ સચીન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તેમના પ?તિ આનંદ ?બિરેન્દ્ર રમા ટાઇલ્સ બેસાડવાની મજુરી કામ કરતા હોય ગત રોજ સાંજના સમયે આનંદ રમા સચીન ગ્લોરીના વેલી પાસેથી પસાર થતા હતા ત્યારે તેની ઉપર ચોરીની શંકા રાખીને અજાણ્યાઓએ ઢીક મુક્કીનો માર મારવા ઉપરાંત ?તિક્ષ્ણ હ?થિયારથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજાને પગલે આનંદ રમાનું મોત ?નિપજ્યું હતું.

શુક્રવારે સાંજના સમયે બનેલી ઘટના અંગે સચિન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગ્લોરીના રેસિડેન્સી સહિત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા અને સ્થાનિક લોકોની પૂછપરછને આધારે પોલીસે કુલ ૪ હત્યારાઓને ઝડપી પડ્યા છે. સચિન પોલીસે ગણતરીના સમયમાં જ નિર્દોષ યુવકની હત્યા કરનાર આરોપી ચંપક ડાયા પટેલ, પુરસોત્તમ રવિન્દ્ર પાટીલ, વિજય બહાદુર યાદવ, પ્યારેલાલ પંડિતની ધરપકડ કરી તેમના કોવિડ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

(9:53 pm IST)