ગુજરાત
News of Thursday, 28th June 2018

સુરતના વરાછામાં બાઈકની ડેકીમાંથી પોલીસે 4.92 લાખના કાચા હીરા ઝડપ્યા

સુરત:વરાછા માનગઢ ચોકમાં ગત સોમવારે મોડી સાંજે મોટરસાયકલની ડીકીમાંથી રૃ. ૪.૯૨ લાખના કાચા હીરાના પેકેટ મૂકી આંગડીયું આપવા ગયેલા હીરા વેપારીના હીરા કોઈક ચોરી ગયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા મેઈનરોડ સાધના સોસાયટી ઘર નં. ૨૪ માં રહેતા પરેશભાઈ લાભુભાઈ નાવડીયા હીરાનો વેપાર કરે છે.

ગત સોમવારે સાંજે ૭-૩૦ વાગ્યે પરેશભાઈ પોતાની મોટર સાયકલ (નં.- જીજે- ૦૫- બીઈ- ૧૪૯૨) ની ડીકીમાં કાછચા હીરાના પડીકા અને ટપાલ એક કાપડની થેલીમાં લઈ આંગડીયામાં આપવા ગયા હતા.

પરેશભાઈએ મીનીબજાર ક્રિસ્ટલ ચેમ્બર્સમાં આવેલા જયંતિલાલ અંબાલાલ આંગડીયામાં ટપાલ આપી થેલી ડીકીમાં મૂકી દીધી હતી.

ત્યારબાદ તે કાચા હીરાનું એક પેકેટ લઈ નવરત્ન ચેમ્બર્સમાં આવેલી બીજી આંગડીયા પેઢી પી. શૈલેષમાં ગયા હતા. તે પરત ફર્યા ત્યારે ડીકીમાં મૂકેલુ રૃ. ૪.૯૨ લાખની કિંમતનું કાચા હીરાનું પેકેટ કોઈક ચોરી ગયું હતું. આ અંગે પરેશભાઈએ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમ.એન.કાતરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

(6:05 pm IST)