ગુજરાત
News of Friday, 27th May 2022

સુરત: હીરા દલાલનો ઝેરી દવા પી આપઘાત: પોસ્ટમાર્ટમમાં માર મારવાના નિશાનો મળતા પરિજનોએ મચાવ્યો હોબાળો

બે દિવસ પેહલા હીરા દલાલ પર 50 લાખના હીરા વેચીને અંગત કામમાં વાપરી નાખ્યાનો આરોપ લગાવી પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

સુરત : શહેરના સિંગણપોર વિસ્તારમાં હીરા દલાલે ઝેરી દવા પી આપઘાતકર્યો હતો, આ મામલે પોસમોર્ટમમાં હીરા દલાલના શરીર ઉપરથી પોલીસ મારના નિશાનો મળી આવતા પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનની બહાર જ હોબાળો મચવામાં આવ્યો હતો. બે દિવસ પેહલા હીરા દલાલ પર 50 લાખના હીરા વેચીને અંગત કામમાં વાપરી નાખ્યાનો આરોપ લગાવી પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પ્રાપ્ત માાહિતી અનુસાર, સિંગણાપોર વિસ્તામાં રહેતા અને હીરા દલાલનું કામ કતા મુકેશભાઈ 50 લાખના હીરા પોતાના અંગત કામ માટે વેંચી મારવાના આરોપ હેઠળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતા, પરિવારનો આક્ષેપ છે કે, પોલીસે તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો, હવે સિંગણપોર પોલીસ સ્ટેશનની બહાર પરિવાર તથા પાસના લીડર અલ્પેશ કથેરિયા સહિતના આગેવાનો દ્વારા ન્યાય માટેની અપીલ કરી હતી.

આ મામલે હીરા વેપારી વિપુલે બે દિવસ અગાઉ મધ્ય પુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મુકેશભાઈ હીરા દલાલ જેમણે ૫૦ લાખના હીરા વેચીને પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા છે. જેને લઇને પોલીસ મૃતક હીરા દલાલ મુકેશને તેમના ઘરેથી લઈને આવી હતી. અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે આ પૂછપરછમાં પોલીસ દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો, અને ત્યારબાદ મુકેશને પોલીસ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો, અને ઘરે આવીને હીા દલાલે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે.

પરિવારનો આક્ષેપ છે કે, ઘરે આવીને મુકેશભાઈએ પોલીસ અને વેપારીના દબાણમાં આવી આપઘાત કર્યો છે. જોકે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા મુકેશભાઈને મૃત જાહેર કર્યા છે. મૃત્યુ બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ત્યારે તેમના શરીર ઉપર માર મારવામાં આવેલા નિશાનો મળી આવતા પરિવારજનો દ્વારા પોલીસ દ્વારા માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બાજુ સીમેર હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાંથી પણ પરિવારને અંતિમવિધિ માટે ૬ કલાક બાદ મુકેશભાઈનો મૃત દેહ આપવામાં આવ્યો હતો. જેને લઈને પરિવાર દ્વારા સિંગણપોર પોલીસ મથક બહાર હોબાળો મચાવામાં આવ્યો હતો. હાલ આ મામલે સિંગણપોર પોલીસ દ્વારા હાલ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પરબત વાઢેર અને હીરા વેપારી વિપુલ સહીત પાંચ જણા સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

(12:49 am IST)