ગુજરાત
News of Thursday, 28th May 2020

હોમ ડિલિવરી માટે ૧લી જૂનથી રાત્રિના ૧૧ સુધી છુટછાટ આપો

હોટલ એસોસિયેશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો : ૭૦ ટકા જેટલી હોટલો ૫૬ દિનથી બંધ હોવાથી નુકસાન

ગાંધીનગર, તા.૨૮ : કોરના મહામારીના પગલે ૩૧મી મેએ લોકડાઉન . પુરૂ થવાને આરે છે ત્યારે ૧લી જૂનથી હોટલોને રાતના ૧૧ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી રેસ્ટોરન્ટ એસોસિયેશન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવી છે હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશન ગુજરાત ટી.કે. ટેકવાની અને પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાનીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસને પગલે લોકડાઉનના લીધે એફએચઆરએઆઈ જે હોટલ અને રેસ્ટોરન્ટ માટેની એક અલાયદી સંસ્થા છે તેના અંદાજ મુજબ લગભગ ૭૦ ટકા જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ ૩૦ થી ૫૬ દિવસની અંદર બંધ થવાની કગાર ઉપર છે.

           હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી કે જે સૌથી વધારે રોજગારી, ટેક્સ તથા આવક ઉભી કરે છે અને જે એક પ્રકારે દેશની જીડીપીમાં પોતાનું અલાયદુ યોગદાન કરે છે. અમારી  ઈન્ડસ્ટ્રીને જીએસટી, પ્રોપર્ટી ટેક્સ, એક્સાઈઝ તથા લાયસન્સ ફી અને ઈલેકટ્રીસિટી ડ્યુટી ભરવા માટે મટા પ્રમાણમાં કાર્યકારી મૂડી જરૂર પડે છે. હાલની સ્થિતિમાં હોટલ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે તેથી લોકડાઉન . ખતમ થાય ત્યારે ૧લી જૂનથી હોમ ડિલિવરીનો હાલનો સમય ફક્ત વાગ્યા સુધી મર્યાદિત છે જેને ૧૧ વાગ્યા સુધી કરવામાં આવે જેથી રેસ્ટોરન્ટ પોતાની સેવા ડિનર સુધી પુરી પાડી શકે.

લોકડાઉનના લીધે ૧૦ ટકા હોટલો શરૂ થઇ

ગાંધીનગર, તા.૨૮ : લોકડાઉન .૦માં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે પરંતુ હોટલ રેસ્ટોરન્ટ ઉદ્યોગ સ્ટાફની અછત અને ઓછા ઓર્ડર સહિતની અનેક સમસ્યાઓનો સામો કરી રહ્યો છે. હોટલ રેસ્ટોરન્ટના સૂત્રોના જણાવ્યા મુજબ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં હોટલ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે પરંતુ લોકડાઉન હોવાથી તેમજ કોરોનાનો ભય જનમાનસમાં એટલો વ્યાપી ગયો છે જેના લીધે પહેલાની જેમ ઓર્ડરો મળી રહેતા નથી. તેમજ ૧૦ ટકા હોટલ, રેસ્ટોરન્ટ હાલમાં શરૂ કરવામાં આવી છે અને ગ્રાહકોને પાર્સલ સેવાઓ આપી રહ્યા છે. હોટલ રેસ્ટોરન્ટમાં જે શ્રમિક વર્ગ કામ કરતો હતો તે તેમના વતનમાં રવાના થઈ ગયો છે.

(10:04 pm IST)