ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી શખ્સના ઘરે જય માર મારી ઘરમાંથી કાઢી મુકતા ગુનો દાખલ
ભિલોડા: તાલુકાના ટાકાટુકા ગામે અગાઉ થયેલા ઝઘડા બાબતે અદાવત રાખી ૧૩ ઈસમો એ ભેગા મળી ફરીયાદી ના દિયરના ઘરે જઈ માર મારી ઘરમાંથી કાઢી મૂકયા હતા. જે બાબતે ગુનો દાખલ થયો હતો.
જેની અદાવત રાખી ફરીયાદીના બંધ મકાનના દરવાજાનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સર સામાનની ચોરી કરતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ૧૩ ઈસમો વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પાદરના ગામના શાંતાબેન થાવરાજી બોદરે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓના પતિ,સસરા તેમજ દિકરા વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ અને શકદારો એ ફરીયાદીનું ઘર બંધ કરાવેલ અને ઘરે થી જતા રહો તેમ કહી કાઢી મૂકી લોક મારી દીધું હતું.ત્યાર બાદ શાંતાબેન ના દિયર તેમના બીજા ઘરે આવી રહેતા હતા.તે સમયે ૧૩ ઈસમો એ ભેગા મળી દિયર ના ઘરે જઈ માર મારી ઘરમાંથી કાઢી મૂકયા હતા.