News of Thursday, 28th May 2020
અમદાવાદમાં ૪૬ ડોકટર કોરોનાની ચપેટમાં
અમદાવાદઃ એક તરફ કોરોનાના ખતરા વચ્ચે આરોગ્યના કર્મચારીઓ જીવના જોખમે સેવા કરી રહ્યાં છે. ત્યારે દર્દીઓની સેવા કરતાં કોરોના વોરિયર્સ એવા ડોકટરો જ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. રાજયની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના કુલ ૪૬ ડોકટરો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોકટરોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સોલા સિવિલ તેમજ એલજી હોસ્પિટલમાં સેવા આપતા ડોકટરો પણ કોરોનાગ્રસ્ત થયાં છે અને મોટા પ્રમાણમાં રેસિડેન્ટ ડોકટરો કોરોના ગ્રસ્ત થયાં છે.
(4:04 pm IST)