ગુજરાત
News of Thursday, 28th May 2020

સુપ્રસિદ્ઘ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાની સ્થિતિ ગંભીર : વેન્ટિલેટર પર

૮૯ વર્ષીય બેજાન દારૂવાલા એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદ : દેશના સુપ્રસિદ્ઘ એસ્ટ્રોલોજર શ્રી બેજાન દારૂવાલાની સ્થિતિ ખુબ જ ગંભીર હોવાનું જાણવા મળે છે. ૮૯ વર્ષના શ્રી બેજાન દારૂવાલાને ગઈકાલે વેન્ટિલેટર ઉપર લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. તેઓ ન્યુમોનિયા, ફેફસા, હાર્ટ, સહિતની બીમારીઓ પીડાય છે અને કેટલાક વર્તુળોના જણાવાયા પ્રમાણે કોરાનાની અસર પણ જણાય છે. જોકે તેમના પુત્રએ કોરોના હોવાનો ઇન્કાર કરેલ છે તેમના હૃદયમાં પેસમેકર મૂકેલું છે અને ભૂતકાળમાં એન્જીઓપ્લાસ્ટી કરેલ છે. તેમનો બહોળો ચાહકવર્ગ, તેઓ ઝડપભેર સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થના કરી રહ્યો છે. હાલમાં શ્રી બેજાન દારૂવાલા અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(12:54 pm IST)