ગુજરાત
News of Wednesday, 27th May 2020

ધરમપુરમાં અજાણી મહિલાએ નવજાત બાળકની ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

રાજચંદ્ર હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલમાંથી એક અજાણી મહિલાએ બાળકને ચોરવા પ્રયાસ કર્યો

વલસાડ જિલ્લાના ધરમપુરની રાજચંદ્ર અને સ્ટેટ હોસ્પિટલમાંથી નવજાત બાળકોની ચોરી કરવાનો પ્રયાસ એક મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ દ્રશ્યો ત્યાં લગાવવામાં આવેલા cctv કેમેરામાં કેદ થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહિલાએ નવજાત બાળક ચોરવા પાછળના કારણની તપાસ શરૂ થયેલી છે. વલસાડ ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલમાંથી એક અજાણી મહિલાએ બાળકને ચોરવા કર્યો પ્રયાસ હતો. ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં આગ ની ઘટના વખતે અજાણી મહિલાએ હોસ્પિટલમાંથી નવજાત બાળક ચોર્યું હતું. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ થઈ છે. CCTV ફુટેજના આધારે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે અજાણી મહિલાની શોધખોળ શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ધરમપુરના સામારસિંગી ગામ માંથી મહિલાની ધરપકડ કરી બાળકનો કબજો મેળવ્યો માતાને સોંપવા તાજવીજ શરૂ કરી છે. ચોરી કરનાર મહિલા સામે બાળક ચોરીનો ગુન્હો નોંધી તપાસ તેજ કરી છે.આમ ધરમપુરમાં બંને ઘટનાઓમા એકજ મહિલા હોવાનું બહાર આવ્યું છે. બાળક ચોરીના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે. હાલ પોલીસે બાળક ચોર મહિલાની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે.

(12:35 am IST)