ગુજરાત
News of Monday, 28th May 2018

બુલેટ ટ્રેન અને ગાંધીનગર રેલ્વે સ્ટેશન મુદ્દે દિલ્હીમાં સમીક્ષા :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લીધી કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયેલની મુલાકાત

ગુજરાતના રેલવેના વિવિધ પ્રશ્ને ચર્ચા :બેઠકમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં :દુરન્તો ટ્રેન રાજકોટ સુધી લંબાવવા બદલ મુખયમંત્રીએ માન્યો આભાર

 

નવી દિલ્હી :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયેલની મુલાકાત લીધી હતી અને તેમની સાથેની આશરે ૩૦ મિનિટની બેઠક દરમિયાન ગુજરાતને લગતા રેલ્વેના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી.બુલેટ ટ્રેન અને ગાંધીનગર રેલ્વે સ્ટેશન તથા અન્ય મહત્વના પ્રશ્નો બાબતે આ સમીક્ષા બેઠક રખાઇ હતી. આ બેઠકમાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

   આ બેઠક દરમિયાન મુખ્ય મંત્રીએ કેન્દ્રીય રેલ્વે મંત્રીનો મુંબઇ દુરન્તો ટ્રેન રાજકોટ સુધી લંબાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે દિલ્હી-અમદાવાદ રાજધાની ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માટે પણ વિનંતી કરી હતી. જેનો કેન્દ્રીય રેલ્વે મંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને આ બાબતે રેલ્વેના ઉચ્ચ અધીકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સુચનાઓ આપી હતી.

 

(12:32 am IST)