ગુજરાત
News of Monday, 28th May 2018

સફળ રહેલા વિદ્યાર્થીને અપાયેલી શુભેચ્છાઓ : સ્કીલ્ડ ડેવલપ કરવાનુું સૂચન

અમદાવાદ,તા.૨૮: બ્રહ્મર્ષિ સ્વાસ્થ્ય અને શિક્ષણ સંસ્થાને ધો.૧૦ની જાહેર પરીક્ષામાં બેસનારા ૩૯૦૨૪૦ છાત્રો પૈકી ઉતીર્ણ થનાર ૫૩૩૪૧૪ છાત્રોને સફળ થવા બદલ અભિનંદન આપી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી. જે વિદ્યાર્થીઓ આ જાહેર પરીક્ષામાં અસફળ રહ્યા છે તેમને પુનઃ કમર કસવા અપીલ કરી જીવનની યાત્રામાં આ અંતિમ પરીક્ષા નથી તે સંદેશને ધ્યાનમાં લેવા અનુરોધ કર્યો છે. બ્રહ્મર્ષિ સંસ્થાના ઉપાધ્યક્ષ અને સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેન ડૉ. જગદીશ ભાવસારે છાત્રોને ધો.૧૦માં પાસ થયા બાદ, સફળ થયાં બાદ રોજગાર સર્જન કરી શકાય તેવાં અભ્યસક્રમો તરફ પણ લક્ષ્ય કેન્દ્રીત કરવાનો અભિગમ કેળવવાની દિશા પકડવા અપીલ કરી છે. ધો. ૧૦ બાદ માત્ર સ્નાતક થવાના અભિગમને બદલે સ્કિલ્ડ ડેવલપ થાય તેવાં અભ્યાસક્રમોમાં ઉજ્જવળ તકો પડેલી છે. તેનો લાભ લેવાની દ્રષ્ટિ કેળવવા અનુરોધ કર્યો છે. ધો.૧૦માં સફળ થનાર છાત્રોને કેળવણીકાર રશિકભાઈ રાવલ, ડૉ. બીબી જાની, શ્રેષ્ઠ શિક્ષક બાબુભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી છે.

(9:55 pm IST)