ગુજરાત
News of Monday, 28th May 2018

જીતુ વાઘાણીના બુથ સંપર્ક અભિયાનનો થયેલ પ્રારંભ

ઘર ઘર ચલો અભિયાનમાં લોકો ઉમટી પડ્યાઃ વાલ્મીકી સમાજની વસ્તીવાળા બુથ નંબર ૮૫ અને ૮૬ ખોખરા વોર્ડ મણીનગર ખાતે વાઘાણીનો સત્કાર-આવકાર

અમદાવાદ,તા.૨૮: પ્રદેશ મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સુશાસનની ચાર વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. વાલ્મિકી સમાજની વસ્તીવાળા બુથ નંબર ૮૫ અને ૮૬માં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો રહીશોએ ભવ્ય સત્કાર કરી આવકાર આપ્યો હતો. રાષ્ટ્રવાદી વાતાવરણમાં દરેક વય જુથના લોકોએ ભારત માતા કી જય  અને વંદે માતરમ્ના નારાઓ સાથે આજની આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ભાજપાની કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે. તેના લાભો છેવાડાના માનવી સુધી પહોચ્યા છે તેની પ્રતિતિ આજના આ બુથ સંપર્ક અભિયાનમાં થતી હતી. બુથના મતદારોએ ઠેર ઠેર ફૂલહાર દ્વારા તેમજ ગુલાબની પાંખડીઓ વરસાવીને પ્રદેશ પ્રમુખને આવકાર્યા હતા. ભાજપાના આ કાર્યકર્તાઓનો આવકાર એ લોકહ્દયના મનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેના માન-સન્માન અને વિશ્વાસનો આવકાર સ્પષ્ટ રીતે દેખાઈ આવતો હતો. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સેવાવસ્તીમાં ઘરે ઘરે જઈને કેન્દ્ર સરકારની ૪૮ મહિના બદલાતા ભારતની સાફ નિયત સહી વિકાસની વિવિધ પ્રજાકલ્યાણની યોજનાઓની પત્રિકાની વહેંચણી કરી હતી અને ભાજપાનું સ્ટીકર દરેક ઘર પર ચોટાડ્યું હતું. રહીશોએ મારું ઘર ભાજપાનું ઘરના ભાવ સાથે પ્રદેશ પ્રમુખ તેમજ ભાજપાના કાર્યકરોને આવકાર્યા હતા.

(9:51 pm IST)