ગુજરાત
News of Monday, 28th May 2018

વડોદરાના સમા વિસ્તારમાં મોર્નિંગ વોકમાં નીકળેલ વૃદ્ધા પર હુમલો કરી લુટારુએ અછોડો તોડવાનો પ્રયાસ કર્યો

વડોદરા:શહેરના સમા વિસ્તારમા મોર્નિંગવોકમાં નીકળેલી વૃધ્ધા પર બાઈકસવાર લૂંટારાએ હુમલો કરીને અછોડો તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વૃધ્ધાએ તેનો હિમ્મતભેર સામનો કરી અછોડો પકડી રાખી બુમરાણ મચાવતા લૂંટારાના હાથમાં અછાડોના બે ઈંચનો ટુકડો જ આવતા તે ટુકડો લઈ ફરાર થયો હતો. ન્યુસમારોડ પર રાંદલધામ સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય નિર્મલાદેવી ચંદ્રભુષણ સીંગ આજે સવારે સાડા પાંચ રાબેતા મુજબ મોર્નિંગવોકમાં નીકળ્યા હતા. તે ઘરેથી નીકળીને રોડ પર જતા જ ઉમિયાનગર તરફના રોડ પરથી ડબલસવારીમાં આવેલા બાઈકચાલક તેમની તરફ ધસી ગયો હતો. આ પૈકી બાઈકની પાછળ બેઠેલા યુવકે તેમની પર હુમલો કરી તેમનો એક તોલાનો અછોડો ખેંચીને તોડી લીધો હતો.
 

(5:08 pm IST)