ગુજરાત
News of Monday, 28th May 2018

વડોદરા નજીક કુરિયર કંપનીના ગોડાઉનમાં રાત્રીના સમયે તસ્કરોએ 19 લાખના પાવડરની ચોરી કરી

વડોદરા:શહેર નજીક પદમલા-રણોલી સ્ટેશન પર આવેલા સેફ એક્સપ્રેસ કુરિયર કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો દવા બનાવવા માટે વપરાતા ૧૯ લાખની કિંમતના પાવડર ભરેલા ચાર ડ્રમની ચોરી કરી જતા ચકચાર જાગી છે. આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકાના આધારે છાણી પોલીસે તપાસ શરૃ કરી છે. પમદલા-રણોલી સ્ટેશનરોડ પર વૈકુંઠધામ સોસાયટીના કમ્પાઉન્ડ સામે સેફ એક્સપ્રેસ કંપની પ્રા.લી.નું ગોડાઉન આવેલું છે જે ૨૪ કલાક કાર્યરત છે. વડોદરા શહેર-જિલ્લામાં નિયત સ્થળે પહોંચાડવા માટે આવતી ટપાલો અને ચીજવસ્તુઓ સૈાપ્રથમ આ ગોડાઉનમાં એકઠી કર્યા બાદ તેનું ગોડાઉનમાંથી ડિસ્ટ્રીબ્યુટશન કરવામાં આવે છે. તાજેતરમાં ગોરવાની દવા બનાવતી કંપનીમાં મોકલવા માટે ચાર ડ્રમ અન્ય શહેરમાંથી ગોડાઉનમાં મોકલાયા હતા.
 

(5:08 pm IST)