ગુજરાત
News of Monday, 28th May 2018

ડભોઇમાં વિધવા યુવતીનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પજવણી કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:ડભોઇમાં વિધવા યુવતીના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેની સમાજમાં બદનામી થાય તેવા ફોટા તેમજ સંદેશાઓ મુકનાર અને શારીરિક સંબંધો રાખવા માટે દબાણ કરતા બેંક કર્મચારી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતિ મુજબ ડભોઇમાં રહેતી ૩૬ વર્ષની યુવતીનું અમદાવાદમાં લગ્ન થયુ હતુ જો કે ૧૨ વર્ષ પહેલા પતિનું અવસાન થતા યુવતી પુત્રી સાથે ડભોઇમાં રહેવા આવી ગઇ હતી. પાંચ મહિના પહેલા યુવતીને ધ્યાનમાં આવ્યુ હતુ કે તેના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં પોતાનો અને પુત્રીનો ફોટો મુકી સમાજના અલગ-અલગ માણસો પર ખરાબ સંદેશાઓ કોઇ વ્યક્તિએ મોકલ્યા છે અને બધાને મોબાઇલ નંબર આપી સંપર્ક કરવાનું કહે છે. ફેક ફેસબુક એકાઉન્ટ પર મોબાઇલ નંબરના આધારે સમાજની કેટલીક વ્યક્તિઓએ યુવતીનો સંપર્ક પણ કર્યો હતો.
 

(5:07 pm IST)